અમારા પ્રોફેશનલ ગુજરાતી અનુવાદકો મૂળ ભાષા, જેમાં અનુવાદ કરવાનો હોય તે ભાષા અને વિષયના સંપૂર્ણ જ્ઞાન સાથે ભાષાંતરની સેવાઓ પૂરી પાડે છે. ખૂબ જ નિપુણ, અનુભવી ગુજરાતી અનુવાદકોને કરારબદ્ધ કરીને બ્લ્યુગ્લોબ કોઈપણ પ્રકાર કે કદના પ્રોજેક્ટનો અનુવાદ કરી શકે છે જેમાં વેબસાઈટ્સ, ઈ-મેઈલ, પત્રો, મેગેઝિન્સ, કાનૂની દસ્તાવેજો, તબીબી જર્નલો, ટેકનિકલ મેન્યુઅલ, પુસ્તકો, વાનગીઓ, મેનુ વગેરે તથા ટેટ્ટુનો પણ સમાવેશ થાય છે! અમે કાનૂની, નાણાંકીય, તબીબી, ટેકનિકલ, માર્કેટિંગ વગેરે જેવા બહોળી શ્રેણીના ક્ષેત્રોનાં પ્રોજેક્ટ્સનો અનુવાદ કરીએ છીએ. ખોટો અનુવાદ ન થાય તેની ભારે કાળજી લઈને, બ્લ્યુગ્લોબ ગ્રાહકોને ખાતરી આપી શકે છે બધું સુપ્રત કરવામાં આવેલું મટિરીયલ માત્ર ગુજરાતી બોલતા મૂળ ગુજરાતી અનુવાદક દ્વારા જ ભાષાંતર કરવામાં આવે. જેને પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો હોય તે અનુવાદકની પાસે ગ્રાહકનાં પ્રોજેક્ટનાં વિષયનો નીવડેલો અનુભવ અને ચોક્કસ જ્ઞાન હોવું જ જોઈએ. પાયાના જ્ઞાન ઉપરાંત તેઓ જરૂરી "ભાષાકીય કરામતો" પણ સમજતા હશે જેથી ઉત્તમ અનુવાદ મેળવી શકાય. બ્લ્યુગ્લોબ ઈન્ટરનેશનલ શા માટે? કારણ કે અમે અમારા કામમાં ખૂબ ગર્વ લઈએ છીએ અને પરિણામોની કાળજી લઈએ છીએ! ભાષાની સેવાઓમાં (અનુવાદ, દુભાષિયા, કૉપીરાઈટિંગ, લોકલાઈઝેશન, વગેરે.) બજારમાં આંતરરાષ્ટ્રીય અગ્રણી તરીકે અમે વ્યક્તિઓને તેમજ વ્યાપાર એમ બંનેને વૈશ્વિક સ્તર પર સેવાઓ આપી શકવા માટે સક્ષમ છીએ. અમારા ગ્રાહકો માટે 100% ચોક્કસ અનુવાદ આપવા માટે અનુવાદનાં પ્રત્યેક તબક્કે ગુણવત્તાની શ્રેણીબદ્ધ ચકાસણીઓ કરવામાં આવે છે. આપની માનસિક શાંતિ બ્લ્યુગ્લોબ માટે મહત્વની છે અને તેથી ખાતરીપૂર્વક કહી શકાય કે આપ ઈચ્છતા હશો અને અપેક્ષા રાખી હશે તેવી ગુણવત્તા આપ મેળવશો. - વિશ્વવ્યાપી સેંકડો પ્રમુખ ભાષાઓ!
- બધા વિશિષ્ટ વિષયો
- સૌથી વધુ સ્પર્ધાત્મક દરો
- ગુણવત્તાયુક્ત સેવાઓ
- ગ્રાહકની કાળજીનું ઉચ્ચતમ ધોરણ
- વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલી અનુવાદની કંપની
- ભાષાની સેવા આપતા સેંકડો નીવડેલા પ્રોવાઈડર્સ
- શરૂઆતથી અંત સુધી એકજૂથ ટીમની વિભાવના
- દિવસમાં 24 કલાક અને અઠવાડિયામાં 7 દિવસ ઉપલબ્ધ
અમારો 10 પગલાંનો ગુણવત્તાની બાંહેધરીનો કાર્યક્રમ ગુણવત્તાની બાંહેધરીના અમારા તબક્કાવાર કાર્યક્રમનું પાલન કરવાથી બધા ગુજરાતી અનુવાદનાં પ્રોજેક્ટ્સની ઉત્તમ ગુણવત્તાની ખાતરી મળે છે - સક્ષમ પ્રોજેક્ટ મેનેજર દ્વારા પ્રત્યેક ગુજરાતી અનુવાદનાં પ્રોજેક્ટનું વિશ્લેષણ કરવામાં આવશે
- પ્રોજેક્ટ મેનેજર દ્વારા અનુવાદની વિગતવાર યોજના ઘડી કાઢવામાં આવશે
- અનુવાદનો પ્રોજેક્ટ પ્રૉફેશનલ અનુવાદકને ફાળવવામાં આવશે
- પ્રોજેક્ટ માટે પારિભાષિક શબ્દોના ડેટાબેઝની ખાસ રચના કરવામાં આવશે
- પ્રોજેક્ટ માટે CAT ટૂલનું પ્રોગ્રામિંગ કરવામાં આવશે
- પ્રોજેક્ટનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવશે
- ગુણવત્તાના નિયમનની ચકાસણીઓની વ્યવસ્થા હંમેશા છે
- અનુવાદને ગ્રાહકની વિનંતી મુજબનાં ફૉર્મેટ (ડીટીપી)માં મૂકવામાં આવશે
- મૂળ ભાષા બોલતી વ્યક્તિ દ્વારા સમગ્ર ભાષાંતરનું બીજી વખત પ્રૂફરીડિંગ કરવામાં આવશે
- અનુવાદક અને પ્રોજેક્ટ મૅનેજર દ્વારા આખરી સમીક્ષા - ગ્રાહકને ડિલીવરી કરવી
લાયકાત ધરાવતા નિપુણ, પ્રોફેશનલ અનુવાદકોનું અમારું વિશ્વવ્યાપી નેટવર્ક ચુસ્ત સમયસીમા ધરાવતા મોટામાં મોટા પ્રોજેક્ટ પણ ઝડપથી પૂરા કરી શકવાની બ્લ્યુગ્લોબની ક્ષમતા સુનિશ્ચિત કરે છે. મૂળ ભાષામાંથી કોઈપણ ભાષામાં અનુવાદની જરૂર હોય (ગુજરાતીમાંથી અંગ્રેજી (અમેરિકન), અંગ્રેજી (અમેરિકન)માંથી ગુજરાતી), અથવા અન્ય કોઈપણ ભાષાયુગ્મ (હંગેરિયન-યુક્રેનિયન, હિબ્રૂ-ગ્રીક, વગેરે.) હોય તેમ છતાં બ્લ્યુગ્લોબ ઈન્ટરનેશનલ ખાતે આપના ભાષાંતરનાં પ્રોજેક્ટની ચોકસાઈ અને ગુણવત્તાની ખાતરી આપવામાં આવે છે. અનુવાદના દરો - ગુજરાતી ભાષા ઘણાં પરિબળો (લખાણની વિશિષ્ટતા, વિનંતી કરવામાં આવેલી સમયસીમા, પ્રોજેક્ટનાં શબ્દોની સંખ્યા, ડૉક્યુમેન્ટનું ફૉર્મેટ, વગેરે.) ભાષાંતરનાં પ્રોજેક્ટના ભાવને અસર કરે છે. ચોક્કસ ક્વોટ માટે 'Request a Quote' પર ક્લિક કરો અને ઑનલાઈન ફૉર્મ ભરો. વિષયના ડૉક્યુમેન્ટની ફાઈલ્સ તે પ્રમાણે ઈ-મેઈલ કરી શકાય છે જેમાં ચોક્કસ ક્વોટ માટે જરૂરી માહિતી અને દસ્તાવેજ પૂરા પાડવાના રહે છે અને તેની કોઈ વધારાની છૂપી કિંમત હોતી નથી. બ્લ્યુગ્લોબ ઈન્ટરનેશનલ હંમેશા રોજ 24 કલાક, અઠવાડિયાનાં સાતેય દિવસ અમારા ગ્રાહકોની સેવા કરવા માટે ઉપલબ્ધ હોય છે! અમારો મૈત્રીપૂર્ણ સ્ટાફ આપને આપના પ્રોજેક્ટમાં મદદ કરવા માટે શક્ય તેટલા બધા પ્રયત્નો કરશે. લેન્ગ્વેજ ફોન ઑપરેટર: અંગ્રેજી - રશિયન - સ્પેનિશ +1.541.330.0450 (USA) અમારી ઈ-મેઈલ હૅલ્પ ડેસ્ક (24/7) નીચેની ભાષાઓમાં આપવામાં આવે છે: અંગ્રેજી - રશિયન - સ્પેનિશ
This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it
અમારા ગ્રાહકની ગુપ્તતા એ બ્લ્યુગ્લોબ ઈન્ટરનેશનલ માટે સૌથી અગત્યની છે. એ વાતની ખાતરી રાખો કે બધા દસ્તાવેજો, પ્રોજેક્ટ્સ, ઈમેઈલ, પત્રો, ડૉક્યુમેન્ટેશન, વગેરેને અમારા ગુપ્તતાનાં સખ્ત ધારાધોરણો હેઠળ રાખવામાં આવશે. અમારો સતત હેતુ પ્રત્યેક ગરાહકને અમારી સેવાઓ અંગે ચિંતામુક્ત અને વિશ્વાસુ બનાવવાનો છે. કૃપા કરીને અમારી વેબસાઈટની મુલાકાત લો અને અમારી ગુપ્તતાની નીતિની સમીક્ષા કરો. આ પેજ ગ્રાહકને અમે જે પ્રકારની માહિતી એકત્ર કરીએ છીએ તે, તેનું રક્ષણ કઈ રીતે થાય છે અને માહિતીનો કઈ રીતે ઉપયોગ થાય છે તેના પર ગ્રાહકની બધી પસંદગીઓ વિશે માહિતી આપશે. અમે આપને અમારી ગુપ્તતાની નીતિ ડાઉનલોડ કરવાની વિનંતી કરીએ છીએ જેથી આપ સેવાઓ અને ગુપ્તતા માટે અમારી સંપૂર્ણ પ્રતિબદ્ધતા સમજી શકીએ. સ્વાભાવિક છે કે, અમે આપના અભિપ્રાયો અને સહભાગિતાને આવકારીએ છીએ! ઊંચા સ્તરની અખંડિતતા અને સેવા પ્રત્યે બેજોડ પ્રતિબદ્ધતા જાળવી રાખીને બ્લ્યુગ્લોબ ઈન્ટરનેશનલે ગર્વપૂર્વક ગ્રાહકોનો એવો સમૂહ ઊભો કર્યો છે જે તેમના પ્રોજેક્ટ્સ અને વ્યક્તિગત માહિતી બાબતે અમારી કંપની પર સ્પષ્ટ વિશ્વાસ મૂકે છે. અનુવાદક: નેહલ મહેતા |